નવી દિલ્હીઃ દિલ્હી લિકર નીતિથી જોડાયેલા મામલામાં જેલમાં કેદ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મંગળવારે –સાત મેએ પણ સુપ્રીમમાં રાહત ના મળી. હવે આ મામલે આગામી સુનાવણી નવ મેએ થશે. કોર્ટે સ્પષ્ટ નથી કર્યું કે વચગાળાના જામીન પર ચુકાદો આપશે.
સુપ્રીમ કોર્ટમાં દિલ્હી આબકારી નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં ED દ્વારા ધરપકડને પડકાર આપતી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ હતી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ સુનાવણી કરી રહી હતી. ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે EDને કહ્યું હતું કે એ ચૂંટણીને કારણે કેજરીવાલની વચગાળાની જામીન પર વિચાર કરી શકે છે.
EDના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે CM કેજરીવાલ પુરાવા નષ્ટ કરવા અને રૂ. 100 કરોડ હવાલા દ્વારા મોકલવાનો આરોપ છે. એના પર કોર્ટે કહ્યું હતું કે રૂ. 100 કરોડ પ્રોસિડસ ઓફ ક્રાઇમ છે, પરંતુ કૌભાંડને રૂ. 1100 કરોડ બતાવવામાં આવી રહ્યા છે. આટલો વધારો કઈ રીતે થયો? એના પર EDના વકીલે કહ્યું હતું કે હોલસેલ વેપારીએને ખોટી રીતે મોટો લાભ કરાવવામાં આવ્યો છે. પ્રારંભમાં અમારી તપાસના કેન્દ્રમાં કેજરીવાલ નહોતા. તપાસના ક્રમમાં તેમનું નામ બહાર આવ્યું હતું.એ કહેવું ખોટું છે કે અમે કેજરીવાલને નિશાન બનાવવા માટે સાક્ષીઓથી તેમના વિશે સવાલ કર્યા છે. સાક્ષીઓ તરફથી મેજિસ્ટ્રેટની સામે કલમ 164ના નિવેદનને જોઈ શકાય છે.
કોર્ટે કહ્યું હતું કે શું ધરપકડ PMLA કલમ 19નું યોગ્ય પાલન થયું છે, પણ ધરપકડ પછી કેજરીવાલની ધરપકડમાં બે વર્ષનો સમય લાગવો એ યોગ્ય નથી.
EDએ કહ્યું હતું કે અમારી પાસે પુરાવા છે કે ખુદ કેજરીવાલે રૂ. 100 કરોડની માગ કરી છે. એ વાતના પણ પુરાવા છે કે ગોવા ચૂંટણીના સમયે જે 7 સ્ટાર હોટેલ હયાતમાં રોકાયા હતા. તેના બિલની ચુકવણી ચેરિયટ એન્ટરપ્રાઇઝીસે કરી હતી.