નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે લોકસભામાં જણાવ્યું હતું કે દેશમાં આપવામાં આવી રહેલી કોરોના વાઈરસ-વિરોધી રસીઓની અસરકારકતા વિશે કોઈએ પણ શંકા રાખવી ન જોઈએ.
ડો. હર્ષવર્ધને વિનંતી પણ કરી છે કે દરેક જણ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર રસી લે.
