‘હું મહારાષ્ટ્રમાં જ રહીશ’: ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, ‘આગામી ચૂંટણી અમે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ જ લડીશું.’

દૈનિક લોકસત્તાને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયા બાદ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા. મેં મુખ્ય પ્રધાન તરીકે કામ કર્યું હતું એટલે કેબિનેટમાં કામ કરવાની મારી ફરી ઈચ્છા નહોતી. એટલે જ મેં કેબિનેટની બહાર રહીને કામ કરવાનું પસંદ કર્યું હતું. મારે મહારાષ્ટ્રમાં ભાજપનું કામ કરવું હતું. પરંતુ વરિષ્ઠ નેતાઓએ નિર્ણય બદલ્યો હતો અને મને પ્રધાનમંડળમાં સહભાગી થવાનું કહ્યું હતું. તેથી હવે મને કોઈ દિલ્હી મોકલી શકે એમ નથી. હું મહારાષ્ટ્રમાં જ રહીશ.’