નીતિન ગડકરીએ આપ્યો રાજકારણમાંથી નિવૃત્તિનો સંકેત

મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ રાજકારણમાંથી નિવૃત્ત થવાનો ફરી સંકેત આપ્યો છે. તેઓ આવો સંકેત અગાઉ પણ આપી ચૂક્યા છે. એમને હવે સમાજકારણ કરવામાં રસ છે.

એક પુરસ્કાર વિતરણ સમારોહમાં ગડકરીએ કહ્યુ ંકે, મેં લોકોને ઘણી વાર કહ્યું કે હું ચૂંટાઈ તો આવી ગયો. હવે ઘણું થયું. જો તમને મારું કામ પસંદ હોય તો મહેરબાની કરીને વોટ આપજો, જો પસંદ ન પડ્યું હોય તો વોટ નહીં આપતાં. હું તમને વધારે પડતા મસ્કા મારવાનો નથી. મારી રુચિ સામાજિક કાર્યોમાં છે. એટલે એ કામ પર વધારે સમય આપવા માગું છું.