નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અમલદારોએ આજે દેશમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ – એમ છ રાજ્યોમાં 100થી વધારે સ્થળે દરોડા પાડ્યા છે. ત્રાસવાદ અને કેફી પદાર્થોને ભારતમાં ઘૂસાડી રહેલા દાણચોરો અને ગેંગસ્ટરો વચ્ચે છૂપા સંબંધોનો પર્દાફાશ કરવા માટે એનઆઈએ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 32, પંજાબમાં 65 અને રાજસ્થાનમાં 18 જેટલા લોકેશન્સ પર એનઆઈએના અધિકારીઓ ત્રાટક્યા છે.