પુલવામા એટેકઃ NIA ને સીસીટીવી દ્વારા મળ્યા મહત્વના પુરાવા

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા હુમલાની તપાસમાં જોડાયેલી એનઆઈએની ટીમને કેટલાક નવા પુરાવા મળ્યા છે. કાર બોમ્બ યોજના ક્યાં બની અને આને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેને લઈને એનઆઈએ સીસીટીવી દ્વારા સાક્ષ્ય એકત્ર કરવાનો પ્રયત્ન કરી રહી છે.પ્રાપ્ત થતી વિગતો અનુસાર જે મારુતિ ઈકો કારમાં આ વિસ્ફોટ થયો હતો અને આતંકી આદિલ અહમદ ડાર સાથે જોડાયેલી કેટલી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે. અવંતીપોરા અને આસપાસના વિસ્તારોમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં તપાસ ટીમને મહત્વના પુરાવા મળી રહ્યા છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનીય લોકોના ઘરોમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા એનઆઈએ ઘટનાક્રમ સાથે જોડાયેલા મહત્વના પુરાવા એકત્ર કરી રહી છે. ટીમ એની એ મામલે પણ તપાસ કરી રહી છે કે કઈ રીતે ગામથી કાર લટ્ટૂ મોડના હાઈવે સુધી પહોંચી અને ત્યાંથી કાફલાની પાંચમી બસ સાથે ટકરાઈ. કારને આતંકી ડાર ખુદ ચલાવી રહ્યો હતો કે પછી તેની સાથે કોઈ અન્ય પણ ઉપસ્થિત હતું. આ પ્રકારના પ્રશ્નોના જવાબ અત્યારે શોધવામાં આવી રહ્યા છે.

અત્યારસુધીની તપાસમાં ફોરેન્સિક એક્સપર્ટ્સે પુષ્ટી કરી દીધી છે કે બ્લાસ્ટ માટે વપરાયેલો આરડીએક્સ મિલિટરી ગ્રેડનો હતો. એનઆઈએનું માનવું છે કે ભારતથી આને જમ્મૂ બોર્ડર દ્વારા લાવવામાં આવ્યો હતો. આ તમામ આરડીએક્સ એકસાથે નહી પરંતુ વ્યવસ્થિત પદ્ધતીનો ઉપયોગ કરીને લાવવામાં આવ્યો હતો. તપાસ ટીમનું માનવું છે કે જૈશ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને અન્ય સ્થાનીય આતંકી સંગઠનોના અંડરગ્રાઉન્ડ આતંકીઓએ આમાં પૂરી મદદ કરી હતી. હિઝબુલ અને અન્ય સંગઠનોના આ પ્રકારના સપ્લાયર્સની પણ સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]