પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, એકનું મોત, 13 ઘાયલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનના ડેરા મુરાદ જમાલી શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ સાથે જ આ બ્લાસ્ટમાં 13 લોકો ઘાયલ થયા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે.

સ્થાનીક મીડિયા અનુસાર, બલૂચિસ્તાનના નિસારાબાદ જિલ્લામાં કોઈ અજ્ઞાત વ્યક્તિએ મોટરસાઈકલમાં બોમ્બ લગાવીને આને ડેરા મુરાદ જમાલી શહેરના મજૂર ચૌક ક્ષેત્રમાં બહાર રાખી દીધું હતું. આ બોમ્બ વિસ્ફોટ બાદ બચાવ દળ, પોલિસકર્મિઓ અને સુરક્ષાદળોના જવાન ઘટના સ્થળ પર પહોંચ્યા અને શબ તેમજ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે તેના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. પોલીસે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ માટે 6 થી 8 કિલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો અને રિમોટની મદદથી વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો.

સુરક્ષા દળોએ ક્ષેત્રની ઘેરાબંધી કરીને આસપાસના વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટના સંદિગ્ધની સોધ શરુ કરી દીધી છે. કોઈપણ આતંકવાદી સંગઠને હજી આ હુમલાની જવાબદારી લીધી નથી.