ખેડૂતો-સરકાર બેઠક ફરી નિષ્ફળઃ 10મો રાઉન્ડ 19-જાન્યુઆરીએ

નવી દિલ્હીઃ નવા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં 50 દિવસોથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકારના પ્રધાનો વચ્ચે મંત્રણાનો નવમો દોર પણ આજે કોઈ પ્રકારના સમાધાન વિના પૂરો થઈ જતા મડાગાંઠ હજી યથાવત્ રહી છે. વિજ્ઞાન ભવન ખાતે આજની બેઠકમાં પણ ખેડૂત આગેવાનોએ ફરી એ જ માગણી કરી હતી કે ત્રણેય કાયદાને સરકાર રદ કરે અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વિશે કાયદો ઘડે.

બંને પક્ષ વચ્ચે મંત્રણાનો નવો દોર 19 જાન્યુઆરીએ યોજાશે. ખેડૂત આગેવાનોએ સરકારી પ્રતિનિધિઓને એમ પણ કહી દીધું કે તેઓ સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિના સભ્યો સાથે કોઈ પ્રકારની વાતચીત નહીં કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]