ગુવાહાટીઃ આસામ અને મિઝોરમની વચ્ચે સીમાવિવાદને હલ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા બુધવારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ પ્રમુખો સામેલ થયા આ દરમ્યાન સીમા પર શાંતિ બનાવી રાખવા માટે નેશનલ હાઇવે 306ની પાસે તટસ્થ કેન્દ્રીય દળોની તહેનાતી પર સહમતી વ્યક્ત કરી હતી. સીમાવિવાદમાં પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનાં મોત થયા પછી બંને રાજ્યો સમજૂતી બની છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં બે કલાક સુધી ચાલેલી એ બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં આસામના મુખ્ય સચિવ જિષ્ણુ બરુઆ અને ડિરેક્ટર જનરલ પોલીસ ભાસ્કર જ્યોતિ મહંત તથા મિઝોરમના સંબંધિત સમકક્ષો લાલનુનમાવિયા ચુઆંગો અને એસબીકે સિંહે હિસ્સો લીધો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બંને રાજ્ય સરકારોએ નેશનલ હાઇવે 306 પર અશાંત આંતરરાષ્ટ્રીય સીમા પર તટસ્થ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની તહેનાતી માટે સહમતી વ્યક્ત કરી છે.
તટસ્થ દળનું સુકાન CAPFના એક વરિષ્ઠ અધિકારીના હાથમાં હશે. એ સિવાય દળનાં કામકાજને સુવિધાજનક બનાવવા માટે, બંને રાજ્ય સરકારોએ ઉચિત સમયમાં સીમામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સમન્વયથી વ્યવસ્થા કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ સચિવે આસામ અને મિઝોરમનાં પ્રતિનિધિ મંડળોને એ પણ જણાવ્યું હતું કે બંને સરકારોના સીમા મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે હલ કરવા ચર્ચા જારી રાખવી જોઈએ.