મુંબઈઃ શહેરના અંધેરી અને કુર્લા (પશ્ચિમ) વિસ્તારો તથા પુણે શહેરને આવતી કાલે, 24 જૂને વિસ્ફોટ કરીને ફૂંકી મારવાની એક અજાણી વ્યક્તિ તરફથી મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને ગઈ કાલે એક ફોન આવ્યો હતો. પોલીસે તે ધમકીને ગંભીરતાથી લીધી છે. તે કોલરે બોમ્બ વિસ્ફોટોને રોકવા માટે એને રૂ. બે લાખ આપવાની માગણી કરી હતી.
પોલીસે કહ્યું છે કે તેણે એ ફોન કરનારને ઓળખી કાઢ્યો છે. તે ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે. તેની સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 505 (1) (બી), 505 (2) અને 185 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.