નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પહેલા સેશનનો આજથી પ્રારંભ થયો છે. આ લોકસભામાં 78 ટકા સાંસદો અન્ડર ગ્રેજ્યુએટ છે, જ્યારે 22 ટકા સાંસદ એવા છે, જેમણે કોલેજનું શિક્ષણ નથી લીધું, જ્યારે પાછલી લોકસભામાં 27 ટકા સાંસદો હતા.
આ નવી સંસદમાં 48 ટકા સાંસદ સામાજિક કાર્યકર્તા, 37 ટકા કૃષિ, 32 ટકા વેપાર-વ્યવસાય, સાત ટકા કાયદાવિદ અને જજ, ચાર ટકા મેડિકલ અને પેરામેડિકલ, ત્રણ ટકા કલર અને મનોરંજન તથા બે ટકા નિવૃત્ત સરકારી કર્મચારી છે.
18મી લોકસભામાં 240 સીટો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ છે, જ્યારે 98 સીટોની સાથે કોંગ્રેસ બીજો, 37 સીટો સાથે SP ત્રીજો અને 29 સીટો સાથે TMC ચોથો મોટો પક્ષ છે.
18મી લોકસભાંમાં 166 સાંસદ 50-60 વયના છે, જ્યારે 60-70 વયના 161, 40-50માં 110, 70-80ની વયના 52, 30-40 વયના 45, 20-30માં સાત તથા 80થી વધુ વયના એક સાંસદ છે. એમાં પણ 64 ટકા એટલે કે 346 સાંસદ રાષ્ટ્રીય પક્ષોમાંથી ચૂંટાઈને આવ્યા છે. રાજ્યના સ્તરે 179 સાંસદ ચૂંટાઈને આવ્યા છે, જેમાં 11 સાંસદો ગેર માન્યતા પ્રાપ્ત પક્ષોના તથા સાત અપક્ષ છે.
આ વખતે લોકસભા ચૂંટણીમાં 281 સાંસદો (52 ટકા) સૌપ્રથમ વાર સંસદમાં પહોંચ્યા છે. આ સંસદમાં બે ટર્મવાળા 114 સાંસદ, ત્રણ ટર્મવાળા 74, ચાર ટર્મવાળા 35, પાંચ ટર્મવાળા 19, છ ટર્મવાળા 10, સાત ટર્મવાળા સાત અને આઠ ટર્મવાળા બે સાંસદ ચૂંટાઈ આવ્યા છે.
ગઈ વખતે લોકસભાની સરેરાશ વય 59 વર્ષ રહી હતી, જે આ વખતે ઘટીને 56 વર્ષ થઈ છે.