નવી દિલ્હીઃ દિવાળી પહેલાં કેરળના કાસરગોડ વિસ્તારમાં એક દુ:ખદ બનાવ થયો હતો. મંદિર ઉત્સવ દરમ્યાન બનેલા આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અંચુતામ્બલમ વીરાકાવુ મંદિરમાં મોડી રાત્રે ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. એ દરમ્યાન ફટાકડામાં આગ લાગી હતી અને મોટો ધડાકો થયો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આઠ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાસરગોડ જિલ્લાના નિલેશ્વરમમાં ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 154થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યાનુસાર આ દુર્ઘટના વાર્ષિક અનુષ્ઠાન કાર્યક્રમમાં હજારો લોકો સામેલ થયા હતા. જેનાથી થેય્યમના નામે ઓળખવામાં આવે છે. જ્યારે ફટાકડાનો તણખાને કારમે ફટાકડાના પૂરા ભંડામાં આગ લાગી હતી અને ધડાકો થયો હતો. ફટાકડાની જગ્યા આતિશબાજીની 100 મીટર દૂર હતી. આ આગની દુર્ઘટનામાં અનેક જણ ફસાઈ ગયા હતા, એમ પોલીસે કહ્યું હતું.