નવી દિલ્હીઃ કેરળમાં આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં બે દિવસ લંબાયું છે. તે હવે 3 જૂને આ રાજ્યમાં બેસે એવી ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ જાણકારી આપી છે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂને ચોમાસું બેસતું હોય છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ. મોહાપાત્રએ જણાવ્યું છે કે કર્ણાટકના સમુદ્રકાંઠા પર વાવાઝોડા જેવું એક ક્ષેત્ર બંધાયું હોવાને કારણે નૈઋત્યના ચોમાસાની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. 1 જૂનથી નૈઋત્ય તરફનો પવન વધારે ગતિ પકડે એવી ધારણા છે, જેને પરિણામે કેરળમાં ચોમાસાની સક્રિયતા વધશે. એ પછી 3 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું બેસે એવી ધારણા છે.
