નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ દેશ-વિદેશના શ્રોતાઓને સંબોધિત કર્યા હતા. આ માસિક રેડિયો કાર્યક્રમની 98મી કડી છે. વડા પ્રધાને કહ્યું હતું કે ‘મન કી બાત’ને તમે બધાએ જનભાગીદારીની અભિવ્યક્તિનું અદભુત પ્લેટફોર્મ બનાવી દીધું છે.
તેમણે ‘મન કી બાત’માં કહ્યું હતું કે ભારતના UPIની તાકાત પણ તમે જાણો છો. વિશ્વના અનેક દેશો એના તરફ આકર્ષિક થયા છે. કેટલાક દિવસો પહેલાં ભારત અને સિંગાપુરની વચ્ચે UPI PAYNOW લિન્ક લોન્ચ કરવામાં આવી છે. હવે સિંગાપુર અને ભારતના લોકો મોબાઇલ ફોનથી એ રીતે નાણાં ટ્રાન્સફર કરી રહ્યા છે, જેમ તેઓ પોતપોતાના દેશમાં નાણાં મોકલી રહ્યા છે.
https://twitter.com/narendramodi/status/1629771995352301574
તેમણે કહ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાની શક્તિને ઘેરેઘેર પહોંચાડવામાં વિવિધ એપ્સની ભૂમિકા હોય છે. આવી જ એક એક esanjeevani એપ છે. એ એપથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડોક્ટરી સલાહ લઈ શકો છો.
તેમણે કહ્યું હતું કે સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે છે એ આપણે ‘મન કી બાત’ના વિવિધ એપિસોડમાં જોઈ છે. મને એ દિવસો યાદ છે, જ્યારે આપણે મન કી બાતમાં ભારતની પારંપરિક રમતો વિશે વાત કરી હતી. એ દેશમાં ભારતીય રમતોમાં રમવા વિશે એક જુવાળ ઊઠ્યો હતો. તેમણે સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લાના બાંસબેરિયામાં આ મહિને ત્રિબેની કુંભો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા.
તેમણે કહ્યું હતું કે સરદાર પટેલની જયંતી એટલે કે એકતા દિવસે ત્રણ સપ્ર્ધાની વાત કરી હતી. જેમાં ગીત- દેશભક્તિ, લોરી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 જિલ્લાઓમાંથી પાંચ લાખથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.