કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઘાયલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ રસ્તામાં તેનું મોત થયું હતું. આતંકવાદીઓએ 40 વર્ષના સંજય શર્મા પર ત્યારે હુમલો કર્યો હતો, જ્યારે તે પત્ની સાથે માર્કેટ ઝઈ રહ્યો હતો. સંજય અચાન ગામનો રહેવાસી હતો અને બેન્કમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે તહેનાત કરતો હતો. ઓક્ટોબર, 2022 પછી એ કાશ્મીર ખીણની પહેલો ટાર્ગેટ કીલિંગ છે. એના પહેલાં જમ્મુના રાજૌરીના ડાંગરી ગામમાં બે અજાણ્યા લોકો ઘૂસ્યા હતા. તેમણે હિન્દુઓને ગોળી મારી હતી. આ દુર્ઘટનામાં બે બાળકોનાં મોત થયાં હતાં.

આ મૃતકના ઘરે પડોશીઓની ભીડ જમા થઈ હતી. એક મુસ્લિમ પડોશીએ કહ્યું હતું કે સંજય શર્માને મારીને આતંકવાદીઓએ બહુ ખોટું કર્યું છે. તેના ઘરની બહાર સિક્યોરિટી દળોને તહેનાત છે. જેથી દુઃખનો માહોલનો લાભ લઈને આતંકવાદીઓ એવી કોઈ ઘટનાને અંજામ ના આપે.

સંજય શર્માની હત્યાની જવાબદારી કાશ્મીરી ફ્રીડમ ફાઇટર્સ નામના આતંકવાદી સંગઠને લીધી હતી. એ સંગઠને એક મેસેજ જારી કરીને કહ્યું હતું કે અમે પુલવામામાં રહેતા કાશીનાથ શર્માના પુત્ર સંજય શર્માને એલિમિનેટ કરી દીધો છે. અમે એના પહેલાં અનેક વાર વોર્નિંગ આપી હતી કે ભારતના કાશ્મીરી પંડિત, હિન્દુ અને પર્યટકને ખતમ કરી દઈશું. આર્ટિકલ 370 દૂર કર્યા પછી ભારતીય ઓક્યુપેશનના હાથોમાં કઠપૂતળી બનીને રહી ગયા છે. આના દ્વારા તેઓ ભારત સરકાર અહીં કબજો જમાવવાના એજન્ડાને પૂરો કરવા ઇચ્છે છે.