શરાબ કૌભાંડ મામલે ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની ધરપકડની શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હીની શરાબ કૌભાંડ મામલે CBI ડેપ્યુટી CM મનીષ સિસોદિયાથી પૂછપરછ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમના કેટલાય નેતાઓને હિરાસતમાં લીધા છે. મનીષ સિસોદિયાએ CBI ઓફિસ જતાં પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિના સ્થળ રાજઘાટ પણ ગયા હતા. તેમણે કહ્યું હતું કે હું અહીં બાપુના આસીર્વાદ લેવા આવ્યો છું. તેમણે આપના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે મારી ઉપર લાગેલા આરોપ ખોટા છે અને મને જેલમાં જવાથી ડર નથી લાગતો. તેમની ધરપકડ કરવા માટે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી છે. બીજી બાજુ આપના કાર્યકર્તાઓ CBIની ઓફિસની બહાર આપના કાર્યકર્તાઓ ધરણાં પર બેસી ગયા છે.

મનીષ સિસોદિયાની CBI પૂછપરછ જારી છે, ત્યારે બેડ ક્વાર્ટરની બહાર આપના સમર્થકોની ભારે ભીડ થઈ છે, પણ દિલ્હી પોલીસે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આશંકા વ્યક્ત કરી હતી કે મનીષ સિસોદિયાની ધરપકડ થઈ શકે છે. આતિશીએ કહ્યું હતું કે સિસોદિયા CBIની ઓફિસ જશે અને તપાસમાં પૂરો સહયોગ કરશે. તેમણે કહ્યું હતું કે ભાજપ આજ સુધી એક રૂપિયાનો ભ્રષ્ટાચાર સાબિત નથી કરી શકી. આ પહેલાં શુક્રવારે કેજરીવાલે કહ્યું હતું કે CBI સિસોદિયાની ધરપકડ કરી લેશે.

શરાબ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાથી CBIના બે ડેપ્યુટી SP અને તપાસથી જોડાયેલા અન્ય CBI કર્મચારીઓ પૂછપરછ કરશે. આ પૂછપરછ કેમેરાની સામે થશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]