મમતાએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અન્ય બે નામો સૂચવ્યાં

નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ નેતા અને પશ્ચિમ બગાળનાં મુખ્ય પ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધા પછી ઝારખંડના લોકસભાના સાસંદ વિજય હંસદકે પુષ્ટિ કરી હતી કે બેનરજીએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શરદ પવાર સિવાય બે વધુ નામો- ફારુક અબદુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો.  જોકે આ બંને નામો પર પાર્ટીના કોઈ અન્ય નેતાએ આ બેઠકમાં કોઈ મત વ્યક્ત નહોતો કર્યો. તેમણે NCPના સુપ્રીમો શરદ પવાર સાથે બીજી બેઠક જલદી થશે, એમાં બ્લુપ્રિન્ટ તૈયાર થશે, એમ તેમણે કહ્યું હતું.

હંદસદે કહ્યું હતું કે નવાં નામોને આવકાર મળ્યો છે, પણ આગી મીટિંગમાં એ નામો વિશે વિચારવિમર્શ કરવામાં આવશે. આજની બેઠકમાં પક્ષના અગ્રણી નેતાઓ હાજર નહોતા, જેથી શરદ પવાર સિવાય કોઈ અન્ય નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલાં NCPના પ્રમુખ શરદ પવારે રાષ્ટ્રપતિની ચૂંટણી વિપક્ષના નેતા તરીકેનો પ્રસ્તાવને ઠુકરાવ્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ઉમેદવાર તરીકે મારા નામનું સૂચન કરવા બદલ આભાર. એને માટે હું વિપક્ષના નેતાઓની ઇમાનદારીની સરાહના કરું છું, પણ મેં સવિનય મારી ઉમેદવારીના પ્રસ્તાવ માટે ના પાડી હતી.

તૃણમૂલ કોંગ્રેસ નેતા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલા બેઠકમાં 17 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો.

રામનાથ કોવિંદે ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે 25 જુલાઈ, 2017એ પદભાર ગ્રહણ કર્યો હતો અને તેમનો કાર્યકાળ 24 જુલાઈ, 2022એ પૂરો થાય છે. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ મત ગણતરી કરવામાં આવશે.