નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સીટ પર પેટા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સામે ભાજપે પ્રિયંકા ટિબરીબાલે ઉતારી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસાને મામલે પ્રિયંકા અરજીકર્તા અને વકીલ છે. પ્રિયંકાએ 2020માં પણ ચૂંટણી એન્ટલીથી વિધાનસભા ચૂંટણી લડી હતી, પણ તે હારી ગઈ હતી. સમસેરગંજે ભાજપના મિલન ઘોષને ઉતાર્યા છે. જંગીપુરથી ઉમેદવાર સુજિત દાસને ઉતાર્યા છે. મમતા બેનરજીએ ભવાનીપુરની સીટ પર ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે.
પ્રિયંકાએ ચૂંટણી પછી હિંસામાં અરજી દાખલ કરી હતી. ભવાનીપુરમાં મમતા બેનરજીને ઘેરવા માટે ભાજપે મોટી વ્યૂહરચના માટે બેરકપુરના સંસદસભ્ય અર્જુન સિંહે ભવાનીપુરને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા હતા. અર્જુન સિંહની સાથે સંસદસભ્ય સૌમિત્ર ખાન અને જ્યોતિર્મય સિંહને બનાવવામાં આવ્યો હતો. ભવાનીપુરના ઇનચાર્જ મહામંત્રી સંજય સિંહને બનાવવામાં આવ્યા છે. એ સાથે બે જણને ઇનચાર્જ બનાવવામાં આવ્યા હતા. દરેક વોર્ડ માટે ભાજપના એક-એક વિધાનસભ્યને જવાબદારી ઉઠાવી હતી. એક્ટર રુદ્રનિલ ઘોષને કેમ્પેન કમિટીને ચેરમેન બનાવવામાં આવ્યા છે.
ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી છે. પ્રદેશના નેતાઓ સિવાય બે કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઇરાની અને હરદીપ પુરી સ્ટાર પ્રચારક હશે. શાહનવાઝ હુસૈન અને મનોજ તિવારી પણ યાદીમાં સામેલ છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પછી થયેલી હિંસાનો મામલો લઈને પ્રિયંકા કોલકાતા હાઇકોર્ટ પહોંચી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાનને કહેવા ઇચ્છું છું કે તે ચૂંટણી હાર્યા પછી પણ મુખ્ય પ્રધાનપદ પર છે. મેં તેમને હાઇકોર્ટમાં હાર આપી હતી, કેમ કે તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી કોઈ હિંસા નથી થઈ, જ્યારે મેં સાબિત કરી દીધું હતું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા થઈ હતી. પ્રિયંકા ચૂંટણીમાં મમતાને પડકારવા તૈયાર છે.