આ રાજ્ય એ શરૂ કર્યો પ્રોજેક્ટ ‘મેડિસિન ફ્રોમ ધ સ્કાય’

હૈદરાબાદઃ તેલંગાણા સરકાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, નીતિ પંચ અને હેલ્થનેટ ગ્લોબલની સાથે પાર્ટનરશિપમાં મેડિસિન ફ્રોમ ધ સ્કાય પહેલનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટ પછી તેલંગાણા દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે દૂરસુદૂરનાં ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્રો સુધી ડ્રોનથી રસી અને દવાઓ પહોંચાડવા માટે ટ્રાયલ રન કર્યું હોય.

સફળ પરીક્ષણ પછી આ પ્રોજેક્ટનો શુભારંભ શનિવારે વિકારાબાદ જિલ્લાના એસપી ઓફિસ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું સંચાલન માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અંતિમ નિયામકની મંજૂરી મળ્યા પછી આ માહિતી આપી હતી.

આ લોન્ચથી પહેલાં પસંદગીના સંઘોમાંથી ત્રણ બ્લુ ડાર્ટ મેડ એક્સપ્રેસ કોન્સોર્શિયમ (સ્કાય એર), હેલિકોપ્ટર કોન્સોર્શિયમ (મારુત ડ્રોન) અને ક્યુરિસફ્લાય કોન્સોર્શિયમ (ટેકઈગલ ઇનોવેશન) પહેલાં જ વિકારાબાદ પહોંચી ગયા છે. વીએલઓએસ અને બીવીએલઓએસ ઉડાનોના માધ્યમથી તેમના ડ્રોનનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

દેશમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે, જેમાં ડ્રોન ટેક્નિકનો ઉપયોગ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રસી કે દવાઓ પહોંચાડવા માટે ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું હોય.

સ્કાય એર મોબિલિટીના સહસંસ્થાપક સ્વપ્નિક જક્કમપુંડીએ કહ્યું હતું કે અમે તેલંગાણા સરકારની સાથે આ પ્રોજેક્ટનો હિસ્સો બનીને બહુ ખુશ છીએ. આ સિવાય 11 સપ્ટેમ્બરથી ડ્રોનથી 9-10 કિમીના અંતર માટે ઉડાન શરૂ થશે.