કોંગ્રેસમાં શરૂ થઈ ગયું ‘मैं हूं CM’નું ઘમસાણઃ યેદીયુરપ્પા

બેંગલુરુઃ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદીયુરપ્પાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે બેંગલુરુમાં ભાજપની કાર્યકારિણીની વિશેષ બેઠકમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં અત્યાર સુધી ‘मैं हूं CMનું ઘમસાણ શરૂ થઈ ગયું છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતા કોણ છે? રાહુલ ગાંધી?

તેમણે કહ્યું હતું કે જો અમે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 130-140 બેઠકો જીતીએ છીએ તો ભાજપ ફરીથી સત્તામાં આવશે અને એને કોઈ અટકાવી નહીં શકે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટકના પાર્ટીના પ્રભારી બનાવવાથી પાર્ટીને ચૂંટણીમાં જીતવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ નિર્ણય લીધો છે કે ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને અન્નામલાઈ કર્ણાટકના પ્રભારી અને સહ-પ્રભારી હશે. તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન બહુ વરિષ્ઠ નેતા છે. તેમના પ્રભારી બનવાથી પાર્ટીને ચૂંટણી જીતવામાં મદદગાર સાબિત થશે.

https://twitter.com/ANI/status/1621782891209588738

ભાજપે ગયા વર્ષે ધર્મેન્દ્ર પ્રધાને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રભારી બનાવવામાં  આવ્યા હતા. આ પહેલાં યેદીયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં રહેશે, પણ ચૂંટણી નહીં લડે.યેદીયુરપ્પાએ કહ્યું હતું કે હું અત્યારે 80 વર્ષનો છું અને હું ચૂંટણી નથી લડી શકતો. તેમણે કહ્યું હતું કે મારુ લક્ષ્ય 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીની જીત છે.