કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ ત્રીજા ‘શાહી સ્નાન’નો લ્હાવો લીધો

હરિદ્વારઃ દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસોમાં ધરખમ રીતે વધારો થઈ રહ્યો છે એ વચ્ચે ઉત્તરાખંડના યાત્રાધામ હરિદ્વારમાં હાલ ઉજવાઈ રહેલા કુંભમેળા-2021 અંતર્ગત હર કી પૌડી ઘાટ ખાતે હજારો ભક્તો-શ્રદ્ધાળુઓએ આજે સવારે પવિત્ર ગંગા નદીમાં ત્રીજા ‘શાહી સ્નાન’નો લ્હાવો લીધો હતો. ગંગા ઘાટ ખાતે લોકોનો માનવમહેરામણ ઉમટ્યો હતો.

મહાકુંભ મેળાનું પહેલું ‘શાહી સ્નાન’ ગઈ 11 માર્ચે મહાશિવરાત્રી પર્વએ યોજાયું હતું અને ત્યારબાદ 12 એપ્રિલે સોમવતી અમાસ નિમિત્તે બીજું ‘શાહી સ્નાન’ યોજાયું હતું. મહાકુંભના કાર્યક્રમ અનુસાર, આ વર્ષે હરિદ્વારમાં કુલ ચાર ‘શાહી સ્નાન’ થશે અને 9 ‘ગંગાસ્નાન’ થશે.

(તસવીર સૌજન્યઃ Uttarakhand DIPR)