મુંબઈઃ અહીંના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) અને બિહારના જયનગર વચ્ચે દોડાવાતી 11061 DN એલટીટી-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ટ્રેનના 11 ડબ્બા આજે બપોરે નાશિક નજીક ડાઉન લાઈન પર લહવિત અને દેવલાલી વચ્ચે ખડી પડવાનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે ચાર-પાંચ જણ ઘાયલ થયાં છે. આ અકસ્માત આજે બપોરે 3.10 વાગ્યે થયો હતો. અકસ્માતની જાણ થયા બાદ તરત જ એક એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને મેડિકલ વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત વિશે તપાસ શરૂ કરામાં આવી છે. અકસ્માતને કારણે ડાઉન-લાઈન પર ટ્રેન સેવાને માઠી અસર પહોંચી છે, પરંતુ અપ-લાઈન પર ટ્રેનસેવા રાબેતા મુજબ છે.
જો કોઈ વ્યક્તિને કોઈ તાકીદની મદદની જરૂર હોય તો રેલવેએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છેઃ આ છે હેલ્પલાઈન નંબરોઃ
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – 022-22694040
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – 022-67455993
નાશિક રોડ – 0253-2465816
ભુસાવળ – 02582-220167
54173 – ડિઝાસ્ટર મેનેજમેન્ટ Roo