નવી દિલ્હીઃ રાજકીય દળો તૂટવા અને નવા ગઠબંધનની વચ્ચે મહારાષ્ટ્રમાં 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં આશ્ચર્યજનક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં એક તરફ નણંદ-ભોજાય સામસામે ચૂંટણી લડી રહ્યાં છે, તો ક્યાંક કાકા—ત્રીજો એકમેકને પડકારી રહ્યા છે. તો વળી, ક્યાંક મિત્ર દુશ્મના પક્ષમાં જતા રહ્યા છે તો ક્યાંક જૂના દુશ્મન જૂની દુશ્મનાવટ ભૂલીને મિત્રતાનો ધર્મ નિભાવી રહ્યા છે. એનું એક તાજું ઉદાહરણ નાંદેડમાં જોવા મળ્યું હતું.
ગૃહપ્રધાન અમિત શાહની સભામાં ભૂતપૂર્વ મંત્રી અશોક ચવ્હાણ અને ભાજપના ઉમેદવાર પ્રતાપરાવ પાટીલ ચિખલીકરે મંચ શેર કર્યો હતો. તેઓ ભાજપમાં સામેલ થયા છે, પણ આ પહેલાં તેમણે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ નાંદેડમાં હાલના કોંગ્રેસી સાંસદ અશોક ચવ્હાણને હરાવી દીધા હતા. જોકે ચવ્હાણ આ વર્ષે ભાજપમાં સામેલ થયા છે. શિવસેના (જૂની)ના બે વારના સાંસદ રાહુલ શેવાલેનો મુકાબલો શિવસેના (UBT)ના અનિલ દેસાઈથી છે. વર્ષ 2022માં તેઓ શિવસેનાના વિભાજન પહેલાં શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા હતા.
બારામતીમાં પવાર પરિવારના બે સભ્યો સામસામે છે. અજિત પવાર પહેલાં કઝિન સુપ્રિયા સુળેના ચૂંટણી સંભાનું મેનેજમેન્ટ કરતા હતા. હવે તેમણે સુપ્રિયા સુલેની વિરુદ્ધ અજિત પવારે પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યાં છે. આ ચૂંટણી મુકાબલામાં અજિતના પરિવારમાં તિરાડ પડી છે, કેમ કે તેમનો નાનો ભાઈ શ્રીનિવાસ તથા તેમનો પરિવાર સુળેતરફી છે.
બીડમાં ભાજપે હાલના સાંસદ પ્રીતમ મુંડેને સ્થાને તેમની મોટી બહેન અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી પંકજા મુંડેને ઉમેદવાર બનાવ્યાં છે. 2019માં પંકજાએ તેમના કઝિન ભાઈ ધનંજય મુંડેને હરાવી દીધાં હતાં, પણ હવે તેઓ પંકજા માટે પ્રચાર કરશે.
રાયગઢમાં NCPના સુનીલ તટકરેએ 2019માં શિવસેનાએ અનંત ગીતેને હરાવ્યા હતા. કોંગ્રેસે ત્યારે તટકરને ટેકો આપ્યો હતો, કેમ કે તેઓ NCPની સાથે ગઠબંધનમાં હતી. હવે તટકરે અજિત પવારની NCPની સાથે છે, જ્યારે ગીતે શિવસેનાના વિભાજન પછી ઉદ્ધવ ઠાકરે જૂથની સાથે છે. મહારાષ્ટ્રમાં હવે ચૂંટણી મહાભારત યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.