નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત ઇન્ડિયા એલાયન્સે મોટે ભાગે પોતપોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. બંને તરફથી આઠ મોટાં રાજ્યોમાં આશરે 50 મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યાં છે.
રસપ્રદ વાત એ છે કે આ આઠ રાજ્યોમાં રાજકીય પક્ષોએ જે મહિલાઓને ટિકિટ આપી છે, એમાં 90 ટકા મહિલાઓ અથવા કોઈ કોઈ મોટા નેતાનાં પત્ની કે પુત્રી છે. બિહારમાં લાલુ યાદવે બંને પુત્રીઓને ચૂંટણીમેદાનમાં ઉતારી છે. લાલુની એક પુત્રી રોહિણીએ સારણ સીટથી ચૂંટણી કેમ્પેન શરૂ કર્યું છે, જ્યારે મિસા ભારતીએ પાટલીપુત્રથી ચૂંટણી લડવાની ચર્ચા છે. આ સાથે બિહારના સમસ્તીપુરના મંત્રી અશોક ચૌધરીની પુત્રી શાંભવી મેદાનમાં છે. શાંભવીને LJPએ ટિકિટ આપી છે.
બિહારમાં એમએલસી દિનેશ સિંહનાં પત્ની વીણા સિંહ વૈશાલીથી LJP (R)ની ટિટિક પર મેદાનમાં છે. આ જ રીતે બાહુબલી આનંદ સિંહનાં પત્ની લવલી આનંદ JDUથી શિવહરથી લડી રહ્યાં છે. સિવાનથી ભૂતપૂર્વ વિધાનસભ્ય રમેશ કુશવાહાનાં પત્ની વિજય લક્ષ્મીને પણ JDUને ટિકિટ આપી છે.
ઉત્તર પ્રદેશમાં પણ પુત્રી અને પત્નીઓનો દબદબો છે. મિરઝાપુરથી સોનેલાલ પટેલના પુત્રી અનુપ્રિયા NDA ગઠબંધનથી મેદાનમાં છે. કૈરાના સીટથી ભૂતપૂર્વ સાંસદ મુનવ્વર હસનની પુત્રી ઇકરા હસન SPની ટિકિટ પર મેદાનમાં છે. SPએ ગૌડાથી રાકેશ વર્માની પુત્રી શ્રેયા વર્માને ટિકિટ આપી છે. આ જ રીતે MP, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં પુત્રીઓને નેતાઓએ ટિકિટ આપી છે.