રાષ્ટ્રપતિની સુરક્ષામાં છેદ: દિવાલ કૂદીને મળવા પહોંચ્યો યુવક

જોધપુર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં ખામીની ઘટના સામે આવી છે. જોધપુર સર્કિટ હાઉસમાં રાષ્ટ્રપતિને મળવા માટે એક યુવક સર્કિટ હાઉસની દિવસ કૂદીને અંદર પહોંચી ગયો. યુવકે દિવાલ તો કૂદી પણ રાષ્ટ્રપતિને પગે લાગવા માટે તેમની નજીક પણ પહોંચી ગયો. આ ઘટના બાદ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓની પોલ ખુલી ગઈ છે. જ્યારે એ અજાણ્યો યુવક રાષ્ટ્રપતિને પગે લાગતો પકડાયો ત્યારે પોલીસના એક અધિકારીની તેમના પર નજર પડી.

આ યુવકનું નામ દિનેશ છે અને તે અજમેરનો રહેવાસી છે. જોકે પોલીસે આ ઘટના તેમની અટકાયત કરી અને પુછપરછ ચાલી રહી છે. આમ તો, રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને પોલીસ પ્રશાસનથી લઈને ગુપ્તચર તેમજ સુરક્ષા એજન્સીઓ સજાગ છે પણ તેમના જોધપુરના બે દિવસના પ્રવાસ દરમ્યાન આ પ્રકારની ખામીથી સુરક્ષા પર સવાલો ઉઠે તે પણ વાજબી છે. કારણ કે, સુરક્ષાના નામ પર સામાન્ય પ્રજાને રસ્તાઓ પર કલાકો રાહ જોવી પડતી હોય છે. પકડાયેલો વ્યક્તિ દિનેશ ચંદ માનસિક રૂપથી પરેશાન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

સુરક્ષામાં જે રીતે છેદ જોવા મળ્યો છે તેને લઈને સર્કિટ હાઉસમાં ડ્યૂટી પર તૈનાત કર્મચારીઓ પર તવાઈ બોલી છે તો અડધા ડર્ઝનથી વધુ સિપાહીઓને સસ્પેન્ડ કરવાની સૂચના પણ મળી રહી છે. પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સ્પ્ટીકરણ પણ માગવામાં આવી રહ્યું છે. કારણ દર્શક નોટીસની સાથે કેટલાક અન્ય અધિકારીઓ પર સસ્પેન્ડની કાર્યવાહી પણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ ગત મહિને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પરિવાર પરથી એસપીજી (સ્પેશિયલ પ્રોકેક્શન ગ્રુપ) સુરક્ષા પાછી ખેંચી લીધી અને તેમના સ્થાન પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની જેડ પ્લસ સુરક્ષા આપી છે. જેડ પ્લસ સુરક્ષા હેઠળ સીઆરપીએફ કમાન્ડો આ નેતાઓના ઘર પર અને દેશમાં કોઈ પણ સ્થળે યાત્રા કરવા સુરક્ષા પૂરી પાડે છે.