વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી મેચ બાદ કોહલીએ કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદમાં અણનમ 94 રન બનાવીને ભારતને ઐતિહાસિક જીત અપાવી છે. ભારતે મહેમાન ટીમ પાસેથી મળેલા 208 રનના લક્ષ્યનો પીછો કરતા 6 વિકેટલી જીત પ્રાપ્ત કરી. આ ટી20 માં લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત છે.

આ મેચ દરમિયાન વિરાટ કોહલી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. અત્યારે તેઓ બેટિંગ કરતા સમયે માત્ર પોતાની બેટિંગથી આક્રામક હોય છે પરંતુ તેમના હાવભાવ એકદમ સહજ રાખે છે. પરંતુ આ મેચમાં કોહલી ખૂબ આક્રામક દેખાઈ રહ્યા હતા. કોહલી નો બોલ ન આપવામાં આવતા એમ્પાયર સાથે દલીલ કરતા નજરે આવ્યા તો વેસ્ટઈન્ડિઝ બોલરની બોલિંગ પર સીક્સ મારતા તેની જ સ્ટાઈલમાં તેને જવાબ પણ આપ્યો.

કોહલી 16 મી ઓવરમાં બોલિંગ કરવા માટે આવેલા વિલિયમ્સના બીજા બોલ પર ફોર મારી અને પછી સીક્સ મારી. આની તુરંત બાદ તેમણે ખીસ્સામાંથી નોટબૂક કાઢીને સ્લીપ ફાડી હોય તેવી એક્શન કરી. એવું તેમણે માત્ર એકવાર નહી પરંતુ ત્રણ વાર કર્યું. આના પર બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું કે, “જોયું, અત્યારે જ પાવતી લખીને આપી દીધીને હાથમા”