શ્રીહરિકોટાઃ અંતરિક્ષમાં ભારતે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. ઇસરોએ શનિવારે PSLV C-55ની સાથે સિંગાપુરના બે સેટેલાઇટ્સ અંતરિક્ષમાં મોકલ્યાં છે. સિંગાપુરના આ બે સેટેલાઇટ્સની સાથે હવે અંતરિક્ષમાં મોકલવામાં આવેલા વિદેશી સેટેલાઇટની સંખ્યા વધીને હવે 424એ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી શનિવારે PSLV C-55ની સાથે સિંગાપુરના TeLEOS-2 અને LUMILITe-4ને અંતરિક્ષમાં મોકલ્યા હતા.સિંગાપુરના આ બંને સેટેલાઇટ્સ ખાસ બતાવવામાં આવી રહ્યા છે. એના પ્રક્ષેપણથી હવામાનની સટિક માહિતી મેળવવામાં નિષ્ણાતોને મદદ મળશે અને સમુદ્રી સુરક્ષા ક્ષેત્રમાં પણ એ મદદગાર સિદ્ધ થશે.
આ સેટેલાઇટને POEM-2 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યાં છે. PSLVના ત્રણ ભાગ સમુદ્રમાં પડી જાય છે તો એના ચોથા હિસ્સાને PS4 કહેવામાં આવે છે. એ સેટેલાઇટને અંતરિક્ષની કક્ષામાં પહોંચાડવાનું કામ કરે છે. એ પછી એ કચરો બનીને રહી જાય છે.
PSLVનો ઉપયોગ ઇસરો, બેલાટ્રિક્સ, ધ્રુવ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોફિજિક્સથી સંબંધિત નોન-સેપરેટિંગ પેલોડ્સ પર વૈજ્ઞાનિક પ્રયોગ માટે ઓર્બિટલ પ્લેટફોર્મના રૂપે કરવામાં આવે છે. PSLVની આ 57મી ઉડાન છે. ઇસરો દ્વારા વિદેશી સેટેલાઇટ લોન્ચ કરવાનો આ કોઈ પહેલો પ્રસંગ નથી. ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિદેશ સેટેલાઇટ્સની સંક્યા વધીને હવે 424એ પહોંચી છે. ઇસરોએ વર્ષ 2015માં પણ સિંગાપુરના સેટેલાઇટસ લોન્ચ કર્યા હતા, જેમાં TeLEOS-1 પણ સામેલ હતું.