નવી દિલ્હીઃ ઇન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોકસીની સામે રેડ કોર્નર (RCN) દૂર કરી છે. ચોકસીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે એ લીગલ ટીમના પ્રયાસો- જેમાં તેમના ક્લાયન્ટના અપહરણના યોગ્ય દાવાઓનું પરિણામ છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષમલ્લિકાર્જુને મોદીના નિવેદન ‘ના ખાઇશ અને ના ખાવા દઈશ’ની મજાક ઉડાડી હતી.
ચોકસીના વકીલે કહ્યું હતું કે છેવટે સત્યની જીત થઈ છે. તેમણે કહ્યું હતું કે મારા ક્લાયન્ટના અપહરણને આંતરરાષ્ટ્રીય સમુદાયે યોગ્ય નહીં માન્યું, તેમની સામે ઇન્ટરપોલ દ્વારા RCNને દૂર કરી લીધું છે. એ વાજબી છે કે રેડ કોર્નર ભાગેડુની સામે જારી કરવામાં આવે છે અને એને વિશ્વભરની કાયદાની એજન્સીઓની વિનંતીના રૂપે માનવામાં આવે છે, જેથી પ્રત્યાર્પણ, આત્મસમર્પણ અથવા કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરીને શખસની ભાળ મેળવી શકાય અને એને હંગામી રીતે ધરપકડ કરી શકાય.
63 વર્ષીય એ ભાગેડુ પંજાબ નેશનલ બેન્ક (PNB)માં રૂ. 13,500 કરોડની છેતરપિંડીના મામલામાં ભારતમાં વોન્ટેડ છે. વકીલ રૈલે દાવો કર્યો હતો કે જૂન, 2021માં ભારતીય એજન્સીઓએ તેમને એન્ટિગુઆમાંથી અપહરણ કરીને જબરજસ્તી ડોમિનિકા લઈ ગઈ હતી.
આ પહેલાં જ્યારે ડોમિનિકા હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર ચોકસીને વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારે વિજય અગ્રવાલે કહ્યું હતું કે ચોકસીની સામે ગેરકાયદે પ્રવેશથી જોડાયેલી વિલંબિત કાર્યવાહીને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે, જ્યાં સુધી તેઓ ડોમિનિકા પરત આવવા માટે મેડિકલી ફિટ ના થઈ જાય.