નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે દૃઢતાપૂર્વક કહ્યું છે કે ચીન સાથે ભારતના સંબંધ સામાન્ય નથી અને ત્યાં સુધી સામાન્ય થઈ શકે એમ નથી જ્યાં સુધી એની સાથે સરહદીય વિસ્તારોને લગતા વિવાદનો ઉકેલ ન આવે.
જયશંકરે ગઈ કાલે અહીં હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સમિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ચીન સાથેની સરહદ પરના વિસ્તારોમાં શાંતિ સ્થપાશે નહીં ત્યાં સુધી બંને દેશ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ શકે એમ નથી. જ્યાં સુધી સમજૂતીઓનું પાલન નહીં કરાય અને યથાવત્ સ્થિતિને બદલવાનો એકતરફી પ્રયાસ બંધ નહીં કરાય ત્યાં સુધી સંબંધો સામાન્ય થઈ શકે એમ નથી.