નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે 2013-14ના એપ્રિલ-ઓક્ટોબર સમયગાળાની સરખામણીમાં 2022-23માં આ જ સમયગાળા દરમિયાન ભારતના ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રએ કરેલી નિકાસનો આંક વધીને 138 ટકા થયો હતો.
2013-14ના એપ્રિલ-ઓક્ટોબરમાં નિકાસનો આંક રૂ. 37,987.68 કરોડ હતો, જે 2021-22માં વધીને રૂ. 90,324.23 કરોડ થયો હતો. ભારતની ઔષધિ નિકાસ દુનિયામાં સૌથી વધારે છે. ભારત દેશ આમાં મોખરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્ત્વને કારણે ભારત ગ્લોબલ ફાર્મા પાવરહાઉસ બની શક્યું છે, એમ ડો. માંડવિયાએ એક ટ્વીટમાં કહ્યું છે.