નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની પુત્રી ઝોઈશ ઈરાની વિશે કરવામાં આવેલા ટ્વીટને ડિલીટ કરવા અને હટાવી લેવાનો આદેશ આજે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રમેશ અને ખેરાએ તે ટ્વીટમાં ઝોઈશ ઈરાની પર આરોપ મૂક્યો હતો કે તે ગોવામાં ગેરકાયદેસર બીયર બાર ચલાવે છે. સ્મૃતિ ઈરાનીએ તે મામલે કોર્ટમાં દીવાની (સિવિલ) ખટલો નોંધાવ્યો હતો. એની સુનાવણીમાં કોર્ટે કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી છે.
કોર્ટે રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ પણ ઈસ્યૂ કર્યું છે. કોર્ટે ત્રણેય નેતાને આદેશ આપ્યો છે કે તેમણે ઝોઈશ ઈરાની સંબંધિત સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર જે કોઈ પોસ્ટ કર્યું હોય એ બધું જ તેમણે ડિલીટ કરી દેવું.