PM મોદીને હસ્તે જ્વેલર્સને આયાતની મંજૂરી આપનારા IIBEનું લોકાર્પણ

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. અહીં તેઓ દેશના પહેલા ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જ-ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો શુભારંભ કરાવશે. આ એક્સચેન્જનો ઉદ્ધેશ રિજનલ બુલિયન હબ બનાવવાનો છે, જે જ્વલર્સને કીમતી ધાતુની આયાત કરવાની મંજૂરી આપશે. આ એક્સચેન્જ ડીલરો, રિફાઇનરીઝ અને ફોરેન બેન્કોને આકર્ષશે.

આ સ્પોટ એક્સચેન્જનો પ્રારંભ વડા પ્રધાન મોદીને હસ્તે થશે અને અહીં ટ્રેડ બુલિયન ડિપોઝિટરી રિસીપ્ટ્સ સ્વરૂપે થશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોલ્ડ એક્સચેન્જ ક્વોલિફાયર્ડ જ્વેલર્સને સોનાની આયાત કરવાની મંજૂરી આપશે- જે હાલના નિયમોમાં એક મોટો ફેરફાર છે, પણ અત્યાર સુધી માત્ર કેટલીક બેન્ક અને કેન્દ્રીય બેન્ક દ્વારા માન્ય એજન્સીઓ જ અત્યાર સુધી સોનું આયાત કરી શકતી હતી. વિશ્વમાં સોનાનાના બીજા ઉપભોક્તા દેશમાં આયાતને વિસ્તૃત કરવામાં મદદ મળશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલને અપેક્ષા છે કે વર્ષ 2022માં સોનાની માગ આશરે 800 ટન સ્થિર રહેશે.

દેશમાં સોનાની આયાતમાં વૈકલ્પિક ચેનલ હોવી જરૂરી છે, જેથી કિંમતોમાં પારદર્શકતા રહેશે અને વપરાશકર્તાને માટે એ સુલભ બનશે, એમ CEO અશોક ગૌતમે કહ્યું હતું. આ એક્સચેન્જમાં કામ શરૂ કરવા માટે 26 જુલાઈ સુધી 64 જ્વલર્સની અરજી આવી છે.

વડા પ્રધાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક ગિફ્ટ સિટી (GIFT City)માં દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરે એવી શક્યતા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી  ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ઉપસ્થિત રહેશે.