ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતેઃ શહીદ પરિવારને મળ્યા

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહ આર્ટિકલ 370ને કાઢી નાખ્યા પછી સૌપ્રથમ વાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા છે. ત્યાં એરપોર્ટ પર ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાને જિતેન્દ્ર સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. શાહનો આ પ્રવાસ રાજ્યમાં વધેલા આતંકવાદી હુમલાને કારણે ઘણો મહત્ત્વનો છે.   શાહ સૌપ્રથમ નૌગામમાં શહીદ ઇન્સ્પેક્ટરના ઘરે પીડિત પરિવારથી મળ્યા પહોંચ્યા હતા. શાહે ઇન્સ્પેક્ટર પરવેઝ અહમદના ધરે જઈને પરિવાર સાથે મુલાકાત કરી હતી, જેમની આતંકવાદીઓએ હત્યા કરી હતી. નમાજ અદા કરવા મસ્જિદમાં જઈ રહેલા પરવેઝની આતંકવાદીઓએ હત્યા કરી હતી.

જમ્મુ-કાશ્મીરના ત્રિદિવસિય પ્રવાસમાં શાહ પહેલા દિવસે શ્રીનગરમાં સુરક્ષા સંબંધી સમીક્ષા કરશે. શાહની એ યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે કાશ્મીરમાં આતંકવાદીઓ સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે.

પાંચ ઓગસ્ટ, 2019એ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થયા પછી શાહની આ પહેલો પ્રવાસ છે. આ પહેલાં શાહે 2019માં ગૃહપ્રધાનના રૂપે કાર્યભાર સંભાળ્યા પછી કાશ્મીરની મુલાકાત લીધી હતી.  તેમણે ત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષાની સમીક્ષા કરી હતી અને કેન્દ્રીય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી.

ગૃહપ્રધાન શહીદ ઇન્સ્પેક્ટર પરવેઝ અહમદ ડારની પત્ની ફાતિમા અખ્તર સાથે મુલાકાત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં બિનસ્થાનિક લોકોની હત્યાઓ પછી 700 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

શાહ રાજભવનમાં સુરક્ષાને લઈને એક મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચાર કોર કમાન્ડર, જમ્મુ ક-કાશ્મીર પોલીસના ટોચના અધિકારીઓ સહિત જાસૂસી બ્યુરો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ સામેલ થશે.