મુંબઈઃ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીના નિવેદન પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો મચ્યો છે. ગર્વનર કોશિયારીએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો ગુજરાતી અને રાજસ્થાની ચાલ્યા જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં અને મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાશે નહીં. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. શિવસેનાએ આ નિવેદનને શિવાજીનું અપમાન ગણાવ્યું છે.
કોશિયારીએ મુંબઈના અંધેરી પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થાનીય ચોકનું નામ શ્રીમતી શાંતિદેવી ચંપાલાલજી કોઠારી રાખવાના પ્રસંગે એક કાર્યક્રમને સંબોધિત કરતાં સમયે આ વાત કહી હતી. શિવસેના રાજ્યપાલ કોશિયારીના નિવેદન પર શિવસેનાએ હુમલો કર્યો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કરતાં લખ્યું છે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સમર્થિત મુખ્ય મંત્રી બનતાં સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનું શરૂ થયું છે. સ્વાભિમાન અને અભિમાનને નામે બનેલી શિવસેનામાંથી બહાર નીકળનાર લોકો આ સાંભળીને ચૂપ બેઠા છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ નિવેદનની ટીકા કરે અને કેન્દ્રથી રાજ્યપાલને દૂર કરવાની માગ કરી હતી. આ સાવિત્રીબાઈ ફુલે અને શિવાજીનું અપમાન છે. એનાથી મહારાષ્ટ્ર ગુસ્સામાં છે.
महाराष्ट्रात भाजपा पुरस्कृत मुख्यमंत्री होताच मराठी माणूस आणि शिवरायांचा अपमान सुरू झाला..स्वाभिमान अभिमान यावर बाहेर पडलेला गट हे ऐकूनही गप्प बसणार असेल तर शिवसेनेचे नाव घेऊ नका..मुख्यमंत्री शिंदे..राज्यपालांचा साधा निषेध तरी करा.मराठी कष्टकरी जनतेचा हा अपमान आहे..
ऐका .. ऐका… pic.twitter.com/dOvC2B0CFu— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022
તેમણે રાજ્યપાલ કોશિયારીના ભાષણનો વિડિયો ટ્વિટર પર શેર કરતાં કહ્યું હતું કે રાજ્યપાલનો મતલબ છે કે મહારાષ્ટ્ર અને મરાઠી લોકો ભિખારી છે. શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ મહારાષ્ટ્ર અને મરાઠી માનુષના લોકોની સખત મહેનતનું અપમાન છે.એનસીપીના ધારાસભ્ય અમોલ મિતકારીએ કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કુશળ અને સક્ષમ છે. તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે. તેમણે જલદીથી જલદી મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ.
કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે આ ભયાનક છે કે રાજ્યના રાજ્યપાલ જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રને પણ સતત અપમાનિત કર્યું છે.