જિમ, યોગકેન્દ્રો માટે માર્ગદર્શિકાઃ છ ફૂટનું અંતર, માસ્ક જરૂરી

નવી દિલ્હીઃ અનલોક-3 અંતર્ગત જિમ્નેશિયમ્સ અને યોગ કેન્દ્રો માટે સરકારે આજે દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ સ્થળોએ છ ફૂટનું અંતર, ફેસ કવર અને માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. પાંચ ઓગસ્ટથી જિમ અને યોગ કેન્દ્રો ખૂલવાનાં છે. એના માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે. આ ગાઇડલાઇનને જિમ, યોગ કેન્દ્રના સંચાલકો અને જિમ-યોગ કરવાવાળાઓએ પાલન કકરવાનું રહેશે. જોકે કન્ટેનમેન્ટ ઝોનમાં જિમ અને યોગ કેન્દ્ર નહીં ખૂલે.

કોવિડ-19થી સુરક્ષા માટે જિમ અને યોગ કેન્દ્રો માટેની ગાઇડલાઇન્સ

  • પ્રવેશદ્વાર પાસે ફરજિયાતપણે 40થી 60 સેકન્ડ સુધી હાથ ધોવા જરૂરી  (સેનિટાઇઝર ડિસ્પેન્સર) અને થર્મલ સ્ક્રીનિંગ રાખવાની જોગવાઈ છે.
  • પરિસરમાં કર્મચારીઓ સહિત જેતે સભ્યોને જ મંજૂરી આપવામાં આવશે.
  • 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને બંધ સ્થળોએ જિમનો ઉપયોગ કરવાની સલાહ નથી. યોગ સંસ્થાઓએ અને વ્યાયામશાળાઓના આયોજકો બધા સભ્યોને અને કર્મચારીઓને સલાહ આપશે.
  • પ્રીમાઇસિસની અંદર દરેક સમયે ફેસ કવર-માસ્કનો ઉપયોગ ફરજિયાત છે. જોકે યોગ વ્યાયામ અથવા વ્યાયામ શાળા (જિમ)માં કસરત કરવા દરમ્યાન જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી માત્ર એક છતનો ઉપયોગ કરી શકે. વ્યાયામ દરમ્યાન માસ્ક (ખાસ કરીને 95 માસ્ક)નો ઉપયોગ કરવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
  • આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ અને ઉપયોગ કરવાની બધાને સલાહ છે.
  • વ્યક્તિઓએ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી ઓછામાં ઓછું છ ફૂટનું અંતર બનાવી રાખવાનું રહેશે.
  • ક્લાસ સેશનના વચ્ચે 15-30 મિનિટનો સમય રાખવો જરૂરી છે.
  • સભ્યનો અને વિઝિટર્સનો ચેક-ઇન અને ચેક-આઉટના સમયનું વિવરણ (નામ, એડ્રેસ અને ફોન નંબર) નોંધવા જરૂરી છે.
  • યોગ સંસ્થાઓમાં જૂતાં પરિસરની બહાર કાઢવાના રહેશે, જ્યાં યોગ અભ્યાસ કરવામાં આવે છે. જો જરૂરી હોય તો પ્રત્યેક વ્યક્તિ કે પરિવાર માટે અલગ-અલગ સ્લોટ રાખવા જરૂરી છે.
  • જિમ અને યોગ કેન્દ્રોમાં થૂંકવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે.  
  • આ સ્થાનોએ ઢાંકેલા ડસ્ટબિન હોવી જરૂરી ચે. સ્પા સ્ટિમ બાથ અને સ્વિમિંગ પૂલ –જે જગ્યાએ સુવિધા છે એ બંધ રહેશે. જિમ અને યોગ કેન્દ્રોના પરિસરમાં ઉપયોગમાં લેવાનારાં ઇક્વિપમેન્ટથી માંડીને બારી-બારણાં સહિત અન્ય ચીજવસ્તુઓનું સમયાંતરે ડિસઇન્ફેક્ટેડ કરવું જરૂરી છે.
  • એક્સાઇઝના સમયે કોમન મેટનો ઉપયોગ કરવાને બદલે લોકોએ પોતાની મેટ લઈને જાય તો એ સારું છે
  • જોકે લાફ્ટર યોગા એક્સરસાઇઝની મંજૂરી નથી.