ગોવામાં પ્રત્યેક-ઘરદીઠ વાર્ષિક 3-LPG સિલિન્ડર મફત અપાશે

પણજીઃ ગોવાના મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે બીજી મુદત માટે શપથ ગ્રહણ કરનાર પ્રમોદ સાવંતે એક સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ એમના રાજ્યમાં પ્રત્યેક ઘરને વાર્ષિક ત્રણ રાંધણ ગેસના સિલિન્ડર મફતમાં પૂરા પાડશે. 48 વર્ષીય અને આયુર્વેદના ડોક્ટરમાંથી નેતા બનેલા સાવંતે નવા પ્રધાનમંડળની પહેલી બેઠક પૂરી થયા બાદ મફત એલપીજી સિલિન્ડરો પૂરા પાડવાની જાહેરાત કરી હતી. એમના પ્રધાનમંડળમાં બીજા આઠ સભ્યો પણ છે.

ગોવા વિધાનસભાની ગયા મહિને યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 40માંથી 20 સીટ જીતીને પોતાની સરકારને જાળવી રાખી હતી. ભાજપે ચૂંટણી પહેલા તેના ચૂંટણીઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો તે સત્તા પર આવશે તો રાજ્યમાં દરેક ઘરદીઠ વાર્ષિક ત્રણ રાંધણગેસ સિલિન્ડર મફતમાં આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]