‘ધૂમ’ ગર્લ રિમી સેન ધમાકેદાર કમબેક માટે તૈયાર

નવી દિલ્હીઃ રિમી સેન એક સમયે લોકોના દિલો પર રાજ કરતી હતી. રિમીએ ભલે ફિલ્મો ઓછી કરી હોય, પણ તેણે જે ફિલ્મો કરી છે, એ ફિલ્મોમાં તેની ભૂમિકાને તેના ફેન્સે બહુ વખાણી હતી. રિમીએ હાલમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ક્યારેય પૈસા માટે કામ કરવા નથી ઇચ્છતી. હું હંમેશા ક્રિયેટિવિટી માટે કામ કરવા ઇચ્છતી હતી, પણ હું ત્યારે ગભરાયેલી હતી અને મેં માત્ર મોટા બેનર, મોટા એક્ટર્સની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. એ સમયે મેં મારા રોલ પર બહુ ધ્યાન નહોતું આપ્યું અને એ સમયે મેં એક મોટી ભૂલ કરી હતી.

મને જેવી મારી ભૂલનો અહેસાસ થયો, ત્યારે મને લાગ્યું કે મારે થોડું પાછા હટવું જરૂરી છે. મેં ફિલ્મો માટે શ્રીરામ રાઘવન અને અન્ય જેવા ડિરેક્ટરોથી સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. એ પછી મેં ‘જોની ગદ્દાર’ અને ‘સંકટ સિટી’ જેવી ફિલ્મો કરી હતી, પણ એ ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ ના ચાલી. હવે મેં નવેસરથી કામ કરવાનું શરૂ કર્યું છે અને અમે કેટલીક વેબ સિરીઝ પર કામ કરી રહ્યા છે. આ વર્ષે કામ શરૂ થઈ જશે, પણ પ્રેરણા અરોડાથી મળ્યા પછી મેં આ ઇન્ડસ્ટ્રીમાં પરત ફરવાનું વિચાર્યું.

પ્રેરણા વિશે વાત કરતાં રિમીએ કહ્યું હતું કે હું પ્રેરણાને ઘણા લાંબા સમયથી ઓળખું છું. હવે અમે ભેગા મળીને કામ કરી રહ્યા છીએ, એમ તેણે કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]