‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ સમાપ્ત; ફિલ્મ રિલીઝ થશે 9-સપ્ટેમ્બરે

મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત હિન્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. નિર્માતા-દિગ્દર્શકે ફિલ્મનું આખરી શૂટિંગ શેડ્યૂલ, જે કાશી (વારાણસી)માં હતું, તે પૂરું કરી લીધું છે. ફિલ્મ આ વર્ષની 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.

શૂટિંગ પૂરું થઈ ગયા બાદ દિગ્દર્શક અયાન મુખરજી, રણબીર અને આલિયા વારાણસીના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. તેની તસવીર આલિયાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે ત્રણેય જણે ગળામાં હાર પહેર્યો છે અને કપાળ પર તિલક પણ કર્યું છે. આલિયાએ આ ઉપરાંત એક વિડિયો ક્લિપ પણ શેર કરી છે. તે કદાચ એક ગીતની ઝલક હોય એવું લાગે છે.

‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અક્કિનેની પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]