તાલિબાને દાઢી વગરના કર્મચારીઓને ઓફિસ આવતા અટકાવ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનમાં હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓને ઓપિસમાં પ્રવેશ નહીં કરી શકે.સોમવારે અફઘાનિસ્તાનમાં વિના દાઢીવાળા સરકારી કર્મચારીઓને એતમની ઓફિસમાં જતા રોકવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમિરાતના પ્રિવેન્શન મંત્રાલયના પ્રતિનિધિઓએ નાણાં મંત્રાલયના સ્ટાફને ગેટ પર જ અટકાવ્યા હતા, કેમ કે તેમને દાઢી નહોતી, એમ ધ ખામા પ્રેસે કહ્યું હતું.

આ પહેલાં તાલિબાનના પ્રતિનિધિઓએ ટોપી પહેર્યા પછી કર્મચારીઓને મંત્રાલયમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી હતી. હવે આ નવું ફરમાન જારી કર્યું હતું. જોકે મંત્રાલયે આ બધી બાબતોનું ખંડન કર્યું હતું. મંત્રાલયના પ્રવક્તા મુહમ્મદ સાદિક અકિફે કહ્યું હતું કે નાણાં મંત્રાલયના કર્મચારીઓને પ્રિવેન્શન અને ઉપાધ્યક્ષોના પ્રતિનિધિઓ દ્વારા નિર્દેશ અને ભલામણો માટે અટકાવવામાં આવ્યા હતા.

તાલિબાનના સમર્થક લોકો પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, કેમ કે ઇસ્લામમાં ક્યારેય લોકોને દાઢી  વધારવા માટે મજબૂર નથી કરવામાં આવતા. તાલિબાને અફઘાનિસ્તાનમાં હેર ડ્રેસરને દાઢી બનાવવા અથવા ટ્રિમ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત તાલિબાને મહિલાઓને શિક્ષણ, કામ અને લાંબી યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જાહેર પાર્કોમાં મહિલાઓ અને પુરષોના પ્રવેશ પર અલગ-અલગ દિવસ નિર્ધારિત કર્યા છે. વળી હિજાબ પહેરેલી મહિલાઓને જ પાર્કમાં પ્રવેશ મળી શકશે.આ સાથે તાલિબાને પુરુષો વગર મહિલાઓને ફલાઇટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મિડિયા અહેવાલ મુજબ કાબુલ એરપોર્ટસ પર કેટલીક મહિલાઓને ટિકિટ આપવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.