જ્ઞાનવાપી મસ્જિદ કેસઃ  દરેક વખતે મંદિર તૂટીને નવું બન્યું

વારાણસીઃ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજાના અધિકારને મામલાની સુનાવણીને યોગ્ય જણાવી છે. કોર્ટના આ નિર્ણયથી જ્ઞાનવાપી મસ્જિદ અને મંદિર હોવાની બાબતે ઇતિહાસમાં નોંધાયેલી વાતો ફરી એક વાર ચર્ચાના ચકડોળે છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે અહીં મોજૂદ વિશ્વનાથ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી તો કેટલાકનું માનવું છે કે ઐતિહાસિક દસ્તાવેજોમાં મંદિર તોડવાનો ઉલ્લેખ નથી. જોકે દિલ્હીની પાંચ મહિલાઓએ વારાણસીની એક કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પ્રાંગણમાં મા ગૌરાના શૃંગાર અને અન્ય દેવતાઓ-પૂજાની મંજૂરી માગી છે. એની સામે મસ્જિદ ઇતજામિયાએ અલાહાબાદ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને હાઇકોર્ટે સિવિલ કોર્ટની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે.

1991માં પી.વી. નરસિંહ્મા રાવ સરાકેર ઉપાસના સ્થળ કાયદો (ખાસ જોગવાઈ) પસાર કર્યો હતો. એમાં અયોધ્યાને અપવાદ રાખતાં બાકીનાં ધર્મ સ્થાનકોમાં યથાસ્થિતિ રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. ભાજપે એનો વિરોધ કર્યો હતો, પણ અયોધ્યાને અપવાદ રાખવાના નિર્ણયનું સ્વાગત કરતાં માગ કરી હતી કે કાશી અને મથુરાને પણ અપવાદ માનવામાં આવે.

વર્ષ 1991માં વારણસીના પુરોહિતોએ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને ત્યાં પૂજા કરવાની માગ કરી હતી. આ અરજીમાં મસ્જિદની જમીન હિન્દુઓને આપવાની માગ કરવામાં આવી હતી. જોકે મ1998માં અલાહાબાદ હાઇકોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી અટકાવી દીધા હતા. 2019માં અયોધ્યાનો ચુકાદો આવવાના એક મહિના પછી વારણસી સિવિલ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવાની માગ કરવામાં આવી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]