બીએસઈ-એસએમઈ પર 390મી કંપની ઈપીબાયોકંપોઝિટ્સ લિસ્ટ થઈ

મુંબઈ તા. 13 સપ્ટેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 390મી કંપની ઈપી બાયોકંપોઝિટ્સ લિમિટેડ લિસ્ટેડ થઈ છે. ઈપી બાયોકંપોઝિટ્સ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 5,04,000 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.126ની કિંમતે ઓફર કરીને સફળતાપૂર્વક રૂ.6.35 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 5 સપ્ટેમ્બર, 2022ના રોજ સંપન્ન થયો હતો.

ઈપી બાયોકંપોઝિટ્સ ગોવાસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ બિકોલિમ ખાતે આવેલી છે. કંપની ફાઈબર્સ રિઈન્ફોર્સ્ડ પોલિમર્સ (એફઆરપી), જેવા કે ડોર શટર્સ, ફ્રેમ્સ, બાયોડાઈજેસ્ટર ટેન્ક્સ,, બાયો ટોઈલેટ્સ અને તેને સંબંધિત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેનો ઉદ્યોગો અને બાંધકામ ક્ષેત્રે વપરાશ થાય છે. કંપનીએ ઉચ્ચ વિકાસની સંભાવનાવાળા ક્ષેત્ર વેસ્ટવોટર રિસાઈકલિંગ ક્ષેત્રે 2021માં પ્રવેશ કર્યો છે. કંપની ટોઈલેટ્સ ન હોય તેમ જ વેસ્ટના મેનેજમેન્ટની તકલીફ ધરાવતી હોય એવી કંપનીઓને સોનિટેશન સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની બાયો-ડાઈજેસ્ટ્ર્સ ટેકનોલોજીનું લાઈસન્સ ધરાવે છે.

કંપનીના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર આર્યમન સર્વિસીસ લિમિટેડ હતી.