આઇસી15 ઇન્ડેક્સમાં 354 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ડોલરમાં આવેલી નરમાશ વચ્ચે તથા નફો અંકે કરાવાને લીધે ક્રીપ્ટોકરન્સીમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. અમેરિકામાં મુખ્ય આર્થિક આંકડાઓ આ સપ્તાહે જાહેર થવાના છે અને તેના આધારે ફેડરલ રિઝર્વ વ્યાજદર સંબંધિત નીતિ નક્કી કરશે. આ સંજોગોમાં બિટકોઇન 22,000 ડોલરનો આંક વટાવી ગયો છે.

https://www.arabnews.com/

અમેરિકન સ્ટોક ફ્યુચર્સ સોમવારે વધવાના સંકેત છે. રોકાણકારો અને ફેડરલ રિઝર્વ મંગળવારે બહાર પડનારા ગ્રાહક ભાવાંકના આંકડાઓ પર નજર રાખીને બેઠા છે. અમેરિકામાં રિટેલ સેલ્સ અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ ગુરુવારે જાહેર થવાના છે.

બિટકોઇન છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડોલર ઇન્ડેક્સ કરતાં વિપરીત દિશામાં જાય છે. આથી સોમવારે ડોલર ઇન્ડેક્સ ઘટતાં બિટકોઇનના ભાવમાં વધારો થયો હતો.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.09 ટકા (354 પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે 32,571 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,218 ખૂલીને 32,982ની ઉપલી અને 31,804 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,218 પોઇન્ટ 32,982 પોઇન્ટ 31,804 પોઇન્ટ 32,571 પોઇન્ટ

ડેટાનો સમયઃ 12-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)