પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના એ 5 નિર્ણયો જેણે બદલી ભારતની તસવીર

નવી દિલ્હી- 40ની ઉંમરમાં ભારત રત્ન રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતાં. 1984થી 1989 સુધી તેમના કાર્યકાળ દરમિયાન તેમણે દેશની 21મી સદીમાં લઈ જવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા ઉઠાવ્યા. આજે એટલે કે, 20 ઓગસ્ટે તેમની 75મી જયંતી છે. અને આ અવસરે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કેવી રીતે તેમણે આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો.

ટેલિકોમ રિવોલ્યૂશન

રાજીવ ગાંધીને ભારતની ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ રિવોલ્યૂશનના પિતા અને ડિજિટલ ઈન્ડિયાના આર્કિટેક્ટ કહેવામાં આવે છે. તેમના શાસનમાં જ ઓગસ્ટ 1984માં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ) ની સ્થાપના થઈ હતી જેથી કોમ્યુનિકેશન ટેક્નોલોજીને વિકસીત કરી શકાય અને ભારતીય ટેલિકોમ્યુનિકેશન નેટવર્કની જરૂરીયાતોને પૂર્ણ કરી શકાય. રાજીવ ગાંધીના પ્રયાસોને કારણે જ પીસીઓ (પબ્લિક કોલ ઓફિસ) ક્રાંતિ થઈ. પીસીઓ બૂથે ગ્રામીણ વિસ્તારોને બહારની દુનિયા સાથે જોડ્યા. આ ઉપરાંત 1986માં એમટીએનએલ (મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ)ની સ્થાપના થઈ જેના ટેલિફોન નેટવર્કના પ્રસારમાં મદદ કરી.

રાજીવ ગાંધીએ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને તેમની સાથે જોડાયેલ ઈન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરી. કોમ્પ્યુટર, એરલાઈન્સ, ડિફેન્સ અને ટેલિકોમ્યુનિકેશન સાથે જોડાયેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે ઈમ્પોર્ટ કોટા, ટેક્સ અને ટેરિફમાં ઘટાડો કર્યો. કોમ્પ્યુટરાઈઝ્ડ રેલવે ટિકિટની શરુઆત થયા બાદ ભારતીય રેલવેમાં આધુનિકતા આવી. રાજીવગાંધી યુવા વડાપ્રઘાન હોવાની સાથે તેમણે દેશના યુવાઓને સશક્ત બનાવવાનો પણ પ્રયત્ન કર્યો. આ દિશામાં 1989માં બંધારણની 61મું સંશોધન અધિનિયમ પાસ થયું જેના હેઠળ વોટિંગ ઉંમરને 21થી ઘટાડીને 18 કરવામાં આવી.

પંચાયતી રાજ

રાજીવગાંધીના ખાતામાં આ એક ઉપલબ્ધી પણ દર્જ છે કે, તેમણે પંચાયતી રાજ ફાઉન્ડેશનની શરુઆતનો પાયો નાખ્યો હતો. આને તેમની હત્યાના એક વર્ષ બાદ 1992માં બંધારણમાં 73માં અને 74માં સુધારા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

એજ્યુકેશન

દેશભરમાં હાયર એજ્યુકેશન પ્રોગ્રામ્સના આધુનિકીકરણ અને વિસ્તાર માટે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ 1986માં નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન (NPE)ની જાહેરાત કરી. NPEની મદદથી જવાહર નવોદય વિદ્યાલયોની શરુઆત થઈ જેનો ઉદેશ્ય મેઘાવી બાળકોને સારું શિક્ષણ પૂરું પાડવાનો હતો. આ શાળાઓમાં ધો.6થી 12 સુધી બાળકોને શિક્ષણ દરમિયાન રહેવાની સુવીધા પણ આપવામાં આવે છે.