પીએમ મોદીએ કાશ્મીર-સીમા વિવાદ મુદ્દે જિનપિંગ સાથે વાત ન કરીઃ મનમોહન સિંહ…

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી તેમાં સીમા વિવાદ અને કાશ્મીર જેવા મુદ્દે વાત નથી કરી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાં એક સંવાદદાતા સંમ્મેલનમાં મોદી અને જિનપિંગ વચ્ચે થયેલી બીજી અનઔપચારિક શિખર વાર્તાને ફગાવતા આકરા પ્રહારો કર્યા.

મોદી અને જિનપિંગે ગત વર્ષે વુહાનમાં થયેલી પહેલી અનઔપચારિક શિખર વાર્તાની લાઈન પર પર બીજી અનઔપચારિક શિખર વાર્તા કરી હતી. જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે વ્યાપાર અને રોકાણ પર વાતચિત થઈ છે. મનમોહન સિંહે જણાવ્યું કે એ વાતની કોઈ જાણકારી નથી કે બોર્ડર અને કાશ્મીર મામલે ચર્ચા થઈ કે નહી. લાગે છે કે આ મામલે કોઈ વાત થઈ નથી. તણાવપૂર્ણ મામલાઓ પર તો ચર્ચા થઈ જ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]