કરતારપુર જનારા ભારતીય શ્રદ્ધાળુ પાસેથી કર ન વસુલે પાકિસ્તાનઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તે કરતારપુર જનારા ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી પ્રતિ વ્યક્તિ 20 ડોલરની સર્વિસ ફી લેવા પર ભાર ન આપે. સાથે જ આશાઓ વ્યક્ત કરી કે કરતારપુર કોરિડોરના પરિચાલન માટે બંને દેશો વચ્ચે જલ્દી જ સમજૂતી પર હસ્તાક્ષર થઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે સર્વિસ ફીને છોડીને ભારત અને પાકિસ્તાન કોરિડોરના વિષય પર એક સમજૂતી પર પહોંચી ગયા છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન સાથે વિભિન્ન દોરની વાર્તા બાદ અમેલોકો સર્વિસ ફીના મામલાને છોડીને અન્ય તમામ મુદ્દાઓ પર એક સમજૂતી પર પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં તમામ શ્રદ્ધાળુઓ પર 20 ડોલર રુપિયાની સર્વિસ ફી લગાવવા પર જોર આપી રહ્યું છે. કુમારે કહ્યું કે ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તે શ્રદ્ધાળુઓના હિતમાં સર્વિસ ફી ન વસુલે.

પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે સમજૂતી સંપન્ને થઈ જશે અને આ મહાન અવસર માટે સમય પર આના પર હસ્તાક્ષર કરવામાં આવશે. શરુઆતી યોજના નુસાર બંન્ને દેશોને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવાના હતા જેથી આ કોરિડોર ગુરુ નાનક દેવના 550 મા પ્રકાશ વર્ષ મનાવવા સમયે ખુલી જાય.