તૃણમૂલ કોંગ્રેસના વધુ પાંચ નેતાઓ ભાજપમાં સામેલ

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતા ભાજપમાં સામેલ થવા કોલકાતાથી દિલ્હી જવા નીકળ્યા છે. શનિવારે મોડી સાંજે ભાજપના હેડ ક્વાર્ટરમાં તેમને પાર્ટીનુ સભ્યપદ આપવામાં આવશે. રાજીવ બેનરજી સહિત પાર્ટીના અસંતુષ્ટ વિધાનસભ્યો અને નેતાઓ ભાજપમાં સામેલ થશે. તેમણે તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલાં આ નેતાઓ ગૃહપ્રધાન અમિત શાહની પશ્ચિમ બંગાળના હાવડામાં રવિવારે થનારી સભામાં ભાજપમાં સામેલ થવાના હતા.

ભાજપમાં સંભવિત ભૂમિકા સંબંધે પૂછવામાં આવતાં બેનરજીએ કહ્યું હતું કે એ પાર્ટી નક્કી કરશે. પાર્ટી જે જવાબદારી મને સોંપશે, હું એનો સ્વીકાર કરીશ.ભાજપનાં સૂત્રોએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓને વિશેષ વિમાનથી દિલ્હી માટે રવાના થયા છે.

જે ચાર નેતાઓને દિલ્હી પહોંચવાના હતા, તેમાં ટીએમસી વિધાનસભ્ય વૈશાલી દાલમિયા, ઉત્તરપાડાના એમએલએ પ્રબીર ઘોષણા, હાવડાના મેયર રતિન ચક્રવર્તી અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અને રાણાઘાટથી પાંચ વાર નગરનિગમના પ્રમુખ રહેલા પાર્થ સારથિ ચેટરજી સામેલ છે.

જોકે અમિત શાહ ઓનલાઇન આ સભાને સંબોધિત કરશે. કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઇરાની ત્યાં હશે. પાર્ટીમાં સામેલ થયેલા ટીએમસી નેતા અને બંગાળ ભાજપના પદાધિકારીઓ પણ ચૂંટણીસભામાં સામેલ થશે