ભારતમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ધરતીકંપના 20-આંચકા આવ્યા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વીતી ગયેલી રાતે ભૂકંપનો આંચકો લાગ્યો હતો. આ આંચકો રાજ્યના મધ્ય-પૂર્વ ભાગના હિંગોલી જિલ્લા-શહેરમાં લાગ્યો હતો. પડોશમાં અકોલા જિલ્લો આવેલો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા જણાવ્યા મુજબ, ગઈ મધરાત બાદ 12.41 વાગ્યે ભૂકંપનો આંચકો લાગ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી પાંચ કિલોમીટર નીચે હોવાનું માલૂમ પડ્યું હતું. આ આંચકાથી ક્યાંય કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. ગઈ 17 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં આવેલા પાલઘર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.5 હતી. એનું કેન્દ્રબિંદુ પણ ધરતીથી પાંચ કિ.મી. નીચે હતું.

ભારતમાં જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં ભૂકંપના 20 આંચકા લાગી ચૂક્યા છે. આ આંચકા મહારાષ્ટ્ર, દિલ્હી, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, જમ્મુ અને કશ્મીર, આંદામાન અને નિકોબાર, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશમાં લાગ્યા હતા.

જાન્યુઆરી-2021માં અત્યાર સુધીમાં આ ભાગોમાં ધરતીકંપના આંચકા લાગી ચૂક્યા છે.