ખેતરમાં પરાળી સળગાવનારા ખેડૂતોને MSP નહીં મળેઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ ધાન્ય અને ઘઉંના પાક કાપ્યા પછી ખેડૂતો ખેતરમાં પરાળીને સળગાવી દેશે, જેને લઈને વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેનો હવાલો આપીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. પરાળી સળગાવનારા ખેડૂતોને હવે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ- MSP) નહીં મળે. કેન્દ્ર સરકારે રાજ્યોને આવા ખેડૂતો પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. નવી વ્યવસ્થાને આ વર્ષે જ લાગુ થાય એવી શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટની કમિટીએ ભલામણ કરી છે કે પરાળી સળગાવનારા ખેડૂતોને MSP ના આપવામાં આવે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના સચિવોને કેન્દ્રએ નિર્દેશ આપી દીધા છે. કેન્દ્રએ પત્ર લખીને રિપોર્ટ પણ માગ્ય છે.  ISROની મદદથી પરાળી સળગાવનારા ખેડૂતોની ઓળખ કરવામાં આવશે. સચિવોની કમિટી મુજબ પંજાબને નિયમોનું પાલન કરવાનું રહેશે. સચિવોની કમિટીએ ખાદ્ય મંત્રાલયે એને લાગુ કરવા માટે મેકેનિઝમ તૈયાર કરવાના નિર્દેશ પણ આપ્યા છે. ખેડૂતોના જમીનના રેકોર્ડની અંદર પરાળી સળગાવવાની ઘટના નોંધવામાં આવશે.

MSP એ દર છે- જેના પર સરકાર ખેડૂતોથી સરકાર ઊપજ ખરીદે છે. એ ખેડૂતોના ઉત્પાદન પડતરથી કમસે કમ દોઢ ગણી વધુ હોય છે. કેન્દ્ર સરકાર ઊપજોની એક ન્યૂનતમ કિંમત (Crop Rates) નક્કી કરે છે. ખેડૂતને પોતાની ઊપજની MSP હેઠળ નિર્ધારિત કિંમત મળે જ મળે છે, પછી ભલે બજારમાં કિંમત જે પણ હોય.

સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર પંજાબમાં સૌથી વધુ ધાન્યની ખેતી થાય છે. આ વર્ષે પણ 31.54 લાખ હેક્ટરના ધાન્યની ખેતી વધવાનો અંદાજ છે, જે ગયા વર્ષની તુલનામાં ઘણી વધુ છે. પંજાબ પછી હરિયાણામાં ધાન્યની ઊપજ થાય છે. રાજ્ય સરકારો રાજકીય લાભ ખાટવા માટે પરાળી સળગાવતા ખેડૂતોની વિરુદ્ધ કાર્યવાહી કરવાથી બચે છે.