દિલ્હી લિકર કેસઃ ED અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરશે ચાર્જશીટ

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતોમાં વધારો થઈ રહ્યો છે. ED આ મામલે દિલ્હી CMની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. એજન્સી આવતી કાલે લિકર કેસમાં કેજરીવાલની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. આ ચાર્જશીટમાં EDએ કેજરીવાલને દારૂ કૌભાંડમાં કિંગપિન અને મુખ્ય કાવતરાબાજ બતાવ્યા છે.  

એજન્સીનો દાવો છે કે કેજરીવાલથી જોડાયેલા મની ટ્રેલ માલૂમ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન પર સુનાવણી કરી શકે છે. EDએ કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલની તપાસમાં સહયોગ કરવાના સિલસિલામાં પૂછપરછથી બચતા રહ્યા છે. એજન્સીએ કહ્યું હતું કે કૌભાંડના સમયગાળા દરમ્યાન 36 વ્યક્તિઓએ આશરે 170થી વધુ મોબાઇલ ફોન બદલ્યા છે અને નષ્ટ કર્યા છે. એજન્સીએ જવાબમાં કેજરીવાલની દલીલોને નકારી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણીના સમયે ધરપકડ કરીને તેમને ચૂંટણીપ્રચાર કરવાથી અટકાવવાનું કામ કરવામાં આવ્યું છે.  

આ પહેલાં EDએ કેજરીવાલ માટે વચગાળાની જામીન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની સલાહનો વિરોધ કરતાં કહ્યું હતું કે કોર્ટના નેતાઓ માટે અલગ શ્રેણી નથી બનાવી શકતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EDને કહ્યું હતું કે દેશમાં હાલના સમયે સાંસદોથી જોડાયેલા આશરે 5000 કેસો પડેલા છે. શું એ બધાને જામીન પર છોડવામાં આવે?મુખ્ય મંત્રી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કોર્ટ એ નથી ઇચ્છતા તેઓ વચગાળાના જામીન મળવા પર સરકારી કામકાજ કરે. તેમણે ખંડપીઠને આશ્વાસન આપ્યું હતું કે જો તમે સરકારી કામ કરશો તો એ હિતોનો ટકરાવ થશે અને અમે એવું નથી ઇચ્છતા,