કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં: ICMR

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય, એવી સલાહ એક નવા સરકારી પરામર્શમાં આપવામાં આવી છે. કોરાના વાઇરસ માટેની તપાસની વ્યૂહરચનાના ભાગરૂપે આંતર-રાજ્ય ઘરેલુ યાત્રા કરવાવાળી વ્યક્તિઓને તપાસ કરવાની આવશ્યકતા નથી, એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું હતું.

 

ICMRએ કહ્યું હતું કે તપાસ અથવા RT-PCR, ટ્રુનેટ, CBNAAT, CRISSPRR, RT-LAAMP, રેપિડ મોલિક્યુલર ટેસ્ટિંગ સિસ્ટમ્સ રેપિડ એન્ટિજન ટેસ્ટ (RAT) દ્વારા કરી શકાય છે. સંસ્થાએ કહ્યું હતું કે પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ (ઘર અથવા સ્વ-તપાસ અથવા RAT) અને મોલ્યુકર ટેસ્ટમાં એક પોઝિટિવને તપાસ કરાવ્યા વિના સંક્રમિત માનવામાં આવશે.

દેશમાં કોરોનાનો કહેર જારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,68,063  નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 6.5 ટકા ઓછ3 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 277  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,58,75,790 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,84,213 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,45,70,131 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 69,959 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 8,21,446એ પહોંચી છે.